લંડન: બ્રિટનની રાજધાની લંડનના એસેક્સ વિસ્તારમાં 39 લોકોની લાશ ભરેલું કન્ટેનર મળતાં ચકચાર મચી ગઈ છે. મળેલી લાશમાં 38 વયસ્ક અને એક કિશોર છે. કન્ટેનરમાંથી આટલી બધી લાશો મળ્યા પછી 25 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ આયર્લેન્ડથી થઈ છે. બુધવારે સવારે 1.40 કલાકે ઈસ્ટર્ન એવેન્ટુમાં વાટ્ગ્લેડ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં આટલી બધી લાશોની જાણ થયા પછી એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ મુજબ ટ્રક બહારથી બંધ હતો અને અંદરનું તાપમાન માઈનસ 25 ડિગ્રી હતું. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં તેઓ તરફડિયા મારીને મોતને ભેટ્યા હોવાનું કહેવાય છે. આ લોકોના લંડન આવવાની કોશિશ પાછળ સ્મગલરોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડનઃ કન્ટેનરમાં મળી 39 લાશ, પોલીસ પણ ચોંકી ઉઠી


ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ટ્રકની અંદર લોહીથી ખરડાયેલા હાથની છાપ મળી આવી છે. છેલ્લી ક્ષણોમાં લોકો ટ્રકના દરવાજા પર હાથ મારી મારીને મદદની ગુહાર લગાવી રહ્યાં હતાં. આ મામલે ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે અને મામલાની તપાસ થઈ રહી છે. 


અત્રે જણાવવાનું કે બુધવારે બ્રિટનના એસેક્સમાં ટ્રકમાંથી 39 લોકોના મૃતદેહો મળી આવતા હાહાકાર મચી ગયો હતો. ટ્રકને બેલ્જિયમમાં એક ફેરી પર લોડ કરાયો હતો. અત્યાર સુધીની તપાસમાં મૃત લોકોની ઓળખ હજુ સામે આવી શકી નથી. જો કે બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે લોકોની ઓળખ કરવામાં વાર લાગે છે. અન્ય એક માહિતી જે બહાર આવી છે તે મુજબ આ મૃતકોમાં કેટલાક વિયેતનામના લોકો પણ સામેલ હતાં. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...